ના માત્ર શબ્દ જુઓ, અર્થ તમારી રાહ જુએ છે.
ના માત્ર વાણી જુઓ, ભાવ તમારી રાહ જુએ છે.
વાતચીત એ તો માત્ર વાણીનો વ્યવહાર છે આખરે,
અંતરની ઊંડાઈ જુઓ, સત્ય તમારી રાહ જુએ છે.
શબ્દ પરથી મૂલવો એ તો સરાસર અન્યાય છે સદા,
ભાવાર્થને સ્થિતિ જુઓ, સમજ તમારી રાહ જુએ છે.
ક્યારેક શબ્દ અને ભાવમાં તાલમેલ નથી હોતો વળી
શબ્દનું સ્થાન જુઓ, વ્યવહાર તમારી રાહ જુએ છે.
શબ્દ એ પૂરેપૂરી અભિવ્યક્તિ નથી લાગણી તણીને,
ક્રોધની બુરાઈ જુઓ, અનુકૂલન તમારી રાહ જુએ છે.
-ચૈતન્ય જોષી 'દિપક 'પોરબંદર.