ટીકાઓનો વરસાદ વરસાવે એ આપણાં હશે.
ઝઘડીને પાછા જેઓ મનાવે એ આપણાં હશે.
ઘર કી મુર્ગી દાલ બરોબર એ સાર્થક થઈ જતું,
પોતે કરેલા ઉપકારો ગણાવે એ આપણાં હશે.
ચાંપે પહેલા ચિનગારી ને સળગાવે માહોલ બધો,
આવીને પહેલા આગ બુઝાવે એ આપણાં હશે.
કોઈ પ્રસંગ કે હોય સમારંભ સૌએ માણવાનો,
રિસાઈને આપણને જે નમાવે એ આપણાં હશે.
મળી જાય કર્મસંજોગે સારું પદ કે પૈસો કદીએ,
નબળા ભૂતકાળને યાદ કરાવે એ આપણાં હશે.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.