સૂરજ ઊગે ને આથમે છે,
ચાંદ સાથે જાણે કોઈ લેવા દેવા નથી....
આકાશ તારાઓથી છલકાઈ ગયું છે આજે,
અમાસ હોય કે પૂનમ જાણે કોઈ લેવા દેવા નથી...
ખરી પડ્યા આજ પણ આંસુઓ નયનથી,
ખુશીઓ સાથે જાણે કોઈ લેવા દેવા નથી...
પૂછ્યું એમણે અમસ્તાં, "લખો છો ક્યાંથી?"
ખુમારી તો જોવો મારી તમે,
લખું છું પ્રેમ પર,
પણ પ્રેમ સાથે મારે કોઈ લેવા દેવા નથી...