Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

**દીવા સ્વપ્ન** (અછાંદસ કાવ્ય)

બંધ પલકોના ઉંબરે તો દુનિયા આખી વસે છે,
પણ અસલ મજા તો પેલી ખુલ્લી આંખે ઝબકતા 'દીવા સ્વપ્ન'માં છે.
જ્યાં નથી કોઈ સીમાડા, નથી કોઈ બંધન,
હું પોતે જ મારો સૂર્ય અને હું જ મારું ગગન;
હા, હું જ છું *"સ્વયમ્'ભૂ"*,
મારા આ અદભૂત વિચારોના સર્જનનો!

બપોરના બળબળતા તાપમાં પણ,
જ્યારે મન ઠંડકનો દરિયો શોધે છે,
ત્યારે કલ્પનાના વહાણ પર સવાર થઈ ને,
હું પહોંચી જાઉં છું ક્ષિતિજની પેલે પાર.
જ્યાં લોકો કહે છે આ તો રેતીના મહેલ છે,
પણ એમને ક્યાં ખબર છે?
કે આ જ મહેલનો પાયો,
કાલે હકીકતની ધરતી પર લખાવાનો છે.

દીવા સ્વપ્ન એટલે માત્ર રજળપાટ નહીં,
પણ એ તો છે અંતર આત્માનો એક મીઠો સંવાદ,
જ્યાં હું રોજ મળું છું..."સ્વયમ્'ભૂ"
મારા આવનારા 'કાલ'ને!

અશ્વિન રાઠોડ સ્વયમ્'ભૂ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 112024755
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now