પડતાં વેકેશન બાળકોના આગમને હરખ મારે અપાર
યાદ જૂની શિશુપનની જાણે આવી ગૈ આંગણે હાર.
એની સાથે રમતાં ભરતાં આનંદ કેવો આવે પળવાર.
જુદી જ દુનિયાને જુદી જ વાતો એક નવલો સંસાર.
પળમાં રીઝેને એ પળમાં ખીજે ભૂલકાંનો અવતાર,
ઝૂમી ઊઠે જો જાય જીતીને અશ્રુ સારે મળતાં હાર.
નાના સરખા ભાગમા એ રાજીરાજી કેવા થઈ જનાર
ગીત ગાયને નાચે મનમૂકી આંખ્યુ ટાઢીટાઢી કરનાર.
ભોળપણે એનાં મને ભગવંત ભાસે હરિના આસાર,
ધન્ય લાગે જીવન વીત્યું જેટલું શિશુસંગ શણગાર.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.