મળ્યું કેટલું? આજતક મને ખબર નથી.
ફળ્યું કેટલું? આજતક મને ખબર નથી.
નિતનવા વિચારો ઠલવાય છે મગજમાં,
કળ્યુ કેટલું? આજતક મને ખબર નથી.
ફિલોસોફી પ્રવચનમાં સારી લાગે ભલા,
જીવ્યુ કેટલું? આજતક મને ખબર નથી.
ગુમાવ્યા ના હિસાબો રોજ રોજ થાય છે, સાંપડ્યું કેટલું? આજતક મને ખબર નથી.
કાં લડી લેવું કે રડી લેવું બે જ રસ્તાઓ, ઉકાળ્યું કેટલું? આજતક મને ખબર નથી.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.