વીસ વર્ષ પછી મળેલો પત્ર
વીસ વર્ષ પછી એ પત્ર સુકાઈને નાજુક બની ગયો હતો. થોડાક ખેંચાણમાં જ એ પત્ર ફાટી જવાની શક્યતા હતી. પત્રના ઉપરના છેડે જોયું તો થોડાક દાગ પણ લાગેલા હતા. આવી હાલતમાં પણ એ પત્રમાં કાગળ અને શાહી વચ્ચેનો પ્રેમ અનહદ હતો. બન્ને એકબીજા સાથે એ રીતે ભળી ગયા હતા કે પત્રમાં પડેલા દાગ પણ એ શાહી અને કાગળને અલગ ન કરી શક્યા. વીસ વર્ષ એકબીજા સાથે એક જ પત્રમાં રહીને એ શાહી અને કાગળે મને સાચા પ્રેમનો અર્થ સમજાવ્યો.
"સાથે રહેવું પ્રેમ નથી… સાથે ટકીને રહેવું એ પ્રેમ છે.