મીઠા કરતા માઠા અનુભવો થયા ઘણા.
હતા આપણા એ બીજાના થયા ઘણા.
રોજ રોજ નવા સંઘાત જિંદગીએ દીધા,
નહોતા લાયકને લાગણીમાં વહ્યા ઘણા.
લાલીમાં મુખની જોઈને ના અનુમાન કરો,
ગાલ તમાચે રતુંબડા બનીને રહ્યા ઘણા.
ઉખેડી વાત અતીતની વયસ્કોએ સભામાં,
ભાતભાતના અનુભવો એણે કહ્યા ઘણા .
ના ખોતરશો ઘાવ ગણા છે હૃદયના ભીતરે,
વેદના અતીતની અકબંધ જે સહ્યા ઘણા.
ચૈતન્ય જોશી 'દિપક' પોરબંદર