Gujarati Quote in Whatsapp-Status by Mansi Desai Shastri

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

​વાર્તા ૮: ડિલીટ ફોર એવરીવન
​ઝઘડાની એ ગરમાગરમ ક્ષણમાં મન પરનો કાબૂ છૂટી ગયો અને આંગળીઓએ એવું ઘણું લખી નાખ્યું જે ક્યારેય બોલવું નહોતું. મેસેજ સેન્ડ થઈ ગયો. એક સેકન્ડ પછી પસ્તાવો થયો અને તરત જ એણે વિકલ્પ પસંદ કર્યો— 'Delete for Everyone'.
​ચેટ વિન્ડોમાં હવે માત્ર એક સૂકી લાઈન દેખાતી હતી: "You deleted this message."
​પણ શું ખરેખર એ મેસેજ ડિલીટ થયો હતો? સામે છેડે બેઠેલી વ્યક્તિએ નોટિફિકેશનના ટુકડામાં એ ઝેર પારખી લીધું હતું. ટેકનોલોજી આપણને શબ્દો ભૂંસવાની સગવડ આપે છે, પણ એ શબ્દો જે ઘા કરી ગયા હોય, એનું શું?
​સંબંધોમાં 'ડિલીટ ફોર એવરીવન' જેવું કોઈ બટન હોતું જ નથી. એકવાર મોઢેથી નીકળેલો વેણ કે સ્ક્રીન પરથી વંચાઈ ગયેલો અક્ષર, સામેવાળાના મનમાં કાયમી જગ્યા બનાવી લે છે. આપણે સ્ક્રીન ચોખ્ખી કરી શકીએ છીએ, પણ સામેની વ્યક્તિની આંખોમાં જન્મેલી એ ભીનાશને કેવી રીતે ડિલીટ કરવી?
​ક્યારેક અફસોસ એ વાતનો નથી હોતો કે આપણે શું લખ્યું, પણ અફસોસ એ વાતનો હોય છે કે આપણે એ ભૂંસવાની કોશિશ કરી રહ્યા છીએ જે હવે સામેની વ્યક્તિ ક્યારેય ભૂલી શકવાની નથી. સાચો પ્રેમ 'ડિલીટ' માં નહીં, પણ 'એક્સેપ્ટ' (Accept) કરવામાં હોય છે.

Gujarati Whatsapp-Status by Mansi Desai Shastri : 112018426
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now