Gujarati Quote in Poem by Jyotsana

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“જીવન તો હજી પણ હસે છે”
જીવન ક્યારેક તપતા સૂરજ જેવું દઝાડે છે,
તો ક્યારેક ઠંડી છાંયડી બની લાડ લડાવે છે,
ક્યારેક કારણ વગર રડાવે છે,
તો ક્યારેક નાની વાતે હસાવે છે.
રસ્તા સહેલા ક્યાં હોય છે,
દરેક વળાંકે પરીક્ષા હોય છે,
પણ જે પડીને ફરી ઊભું થઈ જાય,
એજ સાચું માનવી હોય છે.
તૂટેલા સપનાઓની કરચીઓમાં પણ,
આશાનો એક તારો ઝગમગે છે,
હૃદય ભલે થાકી જાય ક્યારેક,
અંદર હિંમત હજી ધબકે છે.
અંધકારથી ક્યારેય ડરશો નહીં,
રાત પછી સવાર તો આવે જ છે,
જેને પોત પર વિશ્વાસ હોય,
એજ પોતાનું ભાગ્ય લખે છે.
જીવન કોઈ ભાર નથી, એક વાર્તા છે,
થોડા આંસુ અને થોડી મીઠી વારતા છે,
હસીને જીવો દરેક પળને,
એજ જીવનની સાચી ઓળખ છે.
– શ્યામની લાડલી ✨

Gujarati Poem by Jyotsana : 112017809
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now