નારી – શક્તિ અને સ્વાભિમાન
કોણ કહે એને અબળા,
શક્તિરૂપે એ નારી;
સહન, સાહસ, સ્વાભિમાન,
જગ પર ભારી એ નારી.
મૌનમાં પણ અર્થ ગુંજે,
નેત્રોમાં વિશ્વાસ ભરી;
ભય સામે અડગ ઊભી,
શૌર્ય ધારી એ નારી.
માતૃરૂપે જગત પોષે,
યોધ્ધા બની લડે નારી;
કરુણા ને ક્રાંતિ બન્ને,
હૈયે ધારિ એ નારી.
બંધન તોડી માર્ગ ઘડે,
પગલે પગલે ચેતના ભરી;
સમય બદલે પોતાના બળે,
હક્કદારી એ નારી.
ગર્વ છે આ ઓળખ પર આજે,
માનવતાની આ ભારી;
નમન તેને જે જગ ઉજાળે,
પ્રકાશમયી એ નારી.
પ્રસંગ
પ્રણયરાજ રણવીર