જીવતો રાખીશ.
તું શ્વાસ બની જો સાથ આપશે,
હર એક પળ હું જીવતો રાખીશ.
દુખ આવે તો આંખે થંભાવી,
હાસ્યમાં જ હું જીવતો રાખીશ.
તારા નામનો દીવો બળે છે,
અંધારામાં પણ જીવતો રાખીશ.
તૂટી જાઉં તો પોતે જ સંભાળી,
આ આત્માને હું જીવતો રાખીશ.
જગના ઝંઝાવાતો થાકી જાય,
આ વિશ્વાસને હું જીવતો રાખીશ.
રસ્તા ભટકે તો પણ મનમાં,
મંજિલની આશ જીવતો રાખીશ.
પ્રસંગ, તું ન હોય તો પણ શીખી,
તારી યાદે મને જીવતો રાખીશ.
"પ્રસંગ"
પ્રણયરાજ રણવીર