વેસેલિન
રોબર્ટ ચેઝબ્રો નામનો અમેરિકન
રસાયણશાસ્ત્રી કેરોસિન વેચવાનો
ધંધો કરતો હતો.
પેટ્રોલ સસ્તું બનવા માંડ્યું ત્યારે તેનો
ધંધો મંદ પડ્યો અને ચેઝબ્રો સહેજે
ચિંતામાં પડ્યો. લાઇન બદલવાની
શક્યતા તપાસવા એક વાર તેણે
પેન્સિલ્વેનિયા રાજ્યમાં આવેલા
પ્રથમ તેલકૂવાની મુલાકાત લીધી.અહીં
જોયું તો મજૂરો શારડી પર ચોંટેલો મીણ જેવો પદાર્થ ઉખેડતા હતા. એક મજૂરે પોતાના હાથ પરનો જખમ
તે પદાર્થ વડે પૂર્યો. ચેઝબ્રોને જાણવા મળ્યું
કે તેના વડે રૂઝ બહુ જલદી આવતી હતી.
ત્વચા દાઝી હોય ત્યારે પણ તે મલમનું કામ
આપતો હતો.
રોબર્ટ ચેઝબોએ મીણિયા પદાર્થને છેવટે જે સ્વરૂપ આપ્યું તેનું
નામ વેસેલિન. આ પદાર્થને તેણે રંગરહિત
અને ગંધરહિત બનાવ્યો. વેસેલિન એટલે વાસ્તવમાં
તો પેટ્રોલિયમ જેલી, પરંતુ ચેઝબ્રો તેને
ફેશનેબલ વસ્તુ તરીકે વેચવામાં સફળ
થયો. ૧૯૩૩માં ચેઝબ્રોનું અવસાન થયું ત્યાં સુધીમાં વેસેલિન જગત આખા માટે જાણીતું બની ચૂક્યું હતું.
https://www.facebook.com/share/p/1AiqMsvxuP/