મજાનું ગીત ગાતા-ગાતા, 'મજામાં છું' કહીશ,
જો પૂછશે મિત્રો મુજને, તો 'મજામાં છું' કહીશ.
ખબર પૂછવા જો ખુદ ઈશ્વર પધારે દ્વાર પર,
કહીશ, 'મિત્રો મળી લે, પછી તારી સંગ રહીશ'.
નથી ઉતાવળ હવે મારે જવાની ક્યાંય પણ,
પણ જો બોલાવે પ્રભુ, તો દોડતો ત્યાં પહોંચીશ.
નથી જોઈતી મારે સ્વર્ગની આ લાલચો,
જ્યાં હોય મિત્રોની મહેફિલ, ત્યાં જ હું હસીશ.
ભલે આ આયખું ખૂટે, ને શ્વાસ પણ થંભી જશે,
યાદો બનીને દોસ્તોના દિલમાં હું વસીશ.
હવે કહેશે કૌશિક કવિરાજ કે
આપના જેવા મિત્રો સાથે મોજ કરીશ...
- Kaushik Dave