ધન્ય થયો શિવશરણ સ્વીકારી.
ધન્ય થયો શિવ સર્વસ્વ ધારી.
ધન્ય સમો એ ધન્યઘડી એ
ભક્તિ શિવની જ્યારે મળી એ.
ધન્ય થયો શિવ આશ્રય પામી..1
સ્મરણ શિવનું રહેઅહોરાત,
શિવ જપતાં ઊગતું પ્રભાત.
ધન્ય થયો શંકર અનુરાગી...2
પરમશાન્તિ શિવ રટણમાં,
હરખે ઉર પંચાક્ષર જપતાં
ધન્ય થયો દિશા જીવન ભાળી..3
અંતર થયું આનંદિત અદભુત,
પ્રગટી શિવ ભક્તિમાં વસંત.
ધન્ય થયો સૌ અપરાધો કબૂલી..4
- ચૈતન્ય જોષી 'દીપક, , પોરબંદર.