કણેકણ કૃષ્ણમય થઈ ગયા છે આજે દ્વારકા.
ક્ષણેક્ષણ કૃષ્ણમય થઈ ગયા છે આજે દ્વારકા.
ગવાય છે રામકથા અને કૃષ્ણાવતાર સાથેસાથે,
સહુ ધર્મપ્રેમી ભક્તો હરખી રહ્યા છે આજે દ્વારકા.
કથા મુરારિની આકાર લે છે મોરારીબાપુના મુખથી,
અદભુત આનંદ રખે પ્રગટ્યા છે આજે દ્વારકા.
રામકૃષ્ણના ચરિત્રનો સુભગ સમન્વય થઈ રહ્યો જાણે કે,
રત્નાકરના હૈયામાંહે પ્રભુપ્રેમ વહ્યા છે આજે દ્વારકા.
સાધુસંતોને સૌ રામકૃષ્ણપ્રેમીઓ ભક્તિમાં ગરકાવ છે,
લાગે છે કે દ્વારકાધીશ તુષ્ટ થયા છે આજે દ્વારકા.
હરિભજનને હરિહર રામાયણની ચોપાઈ તણા સંગાથે,
ગોમતીનાં નીરે ઊછળીને ચરિત્ર ગાયાં છે આજે દ્વારકા.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
( દ્વારકામાં મોરારીબાપુની કથા પ્રસંગે પ્રાસંગિક કૃતિ)