English Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઠેરઠેર તપાસી જોયું, ક્યાંય નથી ' બાપુ ' આજે.
જાણે કેટકેટલું ખોયું, ક્યાંય નથી ' બાપુ ' આજે.

સત્યના પ્રયોગો થયા સૂના અસત્ય સઘળે પ્રકાશે,
મા ભારતીએ અશ્રુ સાર્યું, ક્યાંય નથી ' બાપુ ' આજે.

હિંસાની હોળીમાં રખે દેશ જાય ભરખાતો આખરે,
અહિંસાનું શસ્ત્ર દોહ્યલું, ક્યાંય નથી 'બાપુ 'આજે.

ત્રણ ગોળીના પ્રહારે હર્યાં પ્રાણ સાબરમતીના સંતના,
દેશે સર્વસ્વ ગુમાવ્યું, ક્યાંય નથી ' બાપુ ' આજે.

નયન ઊભરાયાં નિર્વાણદિને ૠણ યાદ કરતા તમારું,
દેશકાજે કેટકેટલું કર્યું, ક્યાંય નથી ' બાપુ ' આજે.

જોડ તમારી ના મળે, અલંકારે છો અનન્વય ' બાપુ',
રાષ્ટ્રપિતાનું બિરુદ ધર્યું, ક્યાંય નથી ' બાપુ ' આજે.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

English Poem by Chaitanya Joshi : 112014606
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now