Gujarati Quote in Microfiction by Gautam Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રિજેન્ટ ડાયમન્ડ

એક મહામૂલો હીરો ૧૭૦૧ દરમ્યાન
હૈદરાબાદ રાજ્યની પર્તિયાલા ખાણમાં
મળી આવેલો ૪૧૦ કેરેટનો રિજેન્ટ ડાયમન્ડ હતો.
ખાણ પર નિઝામની માલિકી હતી, પણ જે
મજૂરને રિજેન્ટ મળ્યો તેણે એ નિઝામને સુપરત કર્યો
નહિ. છરી વડે પોતાના શરીરમાં જખમ ખોતરી
હીરો તેમાં સંતાડ્યો અને પાટો બાંધી દીધો.
ભાગીને તે મદ્રાસ જતો રહ્યો. પકડાઇ જવાની
બીકે તે દેશ છોડવા માગતો હતો. મદ્રાસ બંદરે તેણે વિદેશગમન માટે બ્રિટિશ વહાણના કેપ્ટનની સહાય માગી અને
બદલામાં હીરાની કિંમતનો અડધો હિસ્સો આપવાનું કબૂલ્યું. કેપ્ટન દગાબાજ નીકળ્યો. મધદરિયે પહોંચ્યા બાદ તેણે
હીરો પડાવી લીધો અને મજૂરને દરિયામાં ફેંકી દીધો. વહાણને તેણે મદ્રાસ બંદર તરફ પાછું વાળ્યું. મદ્રાસ બંદરે પાછા ફરેલા અંગ્રેજ કેપ્ટને.રિજેન્ટ હીરો ત્યાંના સ્થાનિક વેપારી જયચંદને ૧,૦૦૦ પાઉન્ડમાં વેચી દીધો. જયચંદે તે વર્ષો સુધી રાખી મૂક્યો, કેમ કે માલ ચોરીનો હતો. છેવટે અંગ્રેજ ગવર્નર
થોમસ પિટ સાથે ૨૦,૦૦૦ પાઉન્ડમાં સોદો કરી નાખ્યો. આઠેક વર્ષ બાદ પિટ બ્રિટન પાછો ફર્યો. મૂળ ૪૧૦ કેરેટના
ડાયમન્ડને તેણે કપાવી પાસાદર બનાવ્યો, એટલે વજન ૧૪૦.૫ કેરેટ જેટલું રહી જવા પામ્યું. કિંમતી હીરાની સલામતી અંગે પિટને સતત ફિકર રહેતી હતી, એટલે ચિંતામુક્ત થવા ફ્રાન્સના ઉપશાસક ચૂક ઓફ ઓર્લિયન્સને તે ડાયમન્ડ ૧,૩૫,૦૦૦ પાઉન્ડના ભાવે આપી દીધો. હીરો રિજેન્ટ તરીકે જાણીતો બન્યો. આજે રિજેન્ટ પેરિસના લુવ્ર મ્યૂઝિયમમાં પ્રદર્શિત છે.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02bu2yTBegjwjhEXMEx9XnC3r8GKVw4boCSn3n3qC6St8gfMso9anQF3DrdhiZXhoAl&id=61560554257417&mibextid=Nif5oz

Gujarati Microfiction by Gautam Patel : 112012816
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now