અધૂરો પ્રેમ
તું હતી, પણ મારી નહોતી
એ સત્ય સ્વીકારતા શીખ્યો છું હું.
હસતો રહ્યો દુનિયા સામે,
પણ અંદરથી રોજ મર્યો છું હું.
વચન આપ્યા હતા સાથે ચાલવાના,
રસ્તામાં તું બદલાઈ ગઈ.
હું ત્યાં જ ઊભો રહ્યો,
જ્યાં તારી યાદો મને છોડીને ગઈ.
રાતો આજે પણ પૂછે છે,
“એ ક્યારેય યાદ કરે છે તને?”
જવાબમાં મૌન જ રહે છે,
કારણ કે દુઃખ બોલતું નથી, સહે છે મને.
પ્રેમ ખોટો નહોતો મારો,
કમી તો કદાચ નસીબમાં હતી.
તું પૂરી થઈ ગઈ કોઈ બીજાની સાથે,
અને મારી કહાની અધૂરી રહી ગઈ.
✍️ Writer : Kaushik Dave