ચાલો, મારા પુત્ર મલ્હાર સાથે ફરીએ સાન ફ્રાન્સિસ્કો, ઓટોમેટિક કાર માં.
એણે ઓફિસથી હોટલ જવા ટેક્સી બોલાવી. બોલાવો એટલે તમારું એક્ઝેટ લોકેશન મોકલો. ડેસ્ટિનેશન મોકલો. ટેક્સી આવે એટલે આપણી BRTS કે એસ ટી પર લાઈટમાં અક્ષરો ફરે છે એમ નામ ફરે. "મલ્હાર". એ આવીને નજીક ઊભે એટલે ડ્રાઈવરની બાજુ કે પાછળની સીટમાં બેસી આગળ સ્ટાર્ટ નું બટન દબાવવાનું.
ભૂત ચલાવતું હોય એમ ટેક્સી ચાલે. તમારે સ્ટીયરીંગ ને અડવાનું નહીં. નહીતો ઇમરજન્સી ગણી ઊભી જાય.
ઓટોમેટિક સ્પીડ વધે, ઘટે. એમાં માણસ સ્કેન કરતું રડાર પણ હોય. મલ્હારની કાર ની આગળ ત્રણ કાર, એની આગળ માણસ ક્રોસ કરતો હતો એ કારના રડારમાં આવી ગયું.
એક વખત ઓચિંતું કોઈક વચ્ચે આવ્યું તો કારે એવી કટ મારી કે મલ્હારને થયું કે પેલો ઊડ્યો. એની કોણી થી સહેજ જ દૂરથી કાર સાંગોપાંગ નીકળી ગઈ!
આવી એક દિવસ 20, બીજે દિવસે 35 કિમી રાઇડ કરી.
જુઓ વિડિઓ