Gujarati Quote in Book-Review by Gautam Patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાષ્ટ્રગીત 🇮🇳

નિર્વિવાદ હકીકત એ છે કે પંડિત નેહરુને બંકીમચંદ્રનું
‘વંદે માતરમ્’ ગીત પસંદ ન હતું. ગીતમાં તેમને હિન્દુત્વની ઝલક દેખાતી હતી અને હિન્દુ ધર્મ સાથે તેમને બાર ગાઉનું છેટું હતું. મે ૧૧, ૧૯૫૧ ના દિવસે સોમનાથ મંદિરની પુન:સ્થાપનાની વિધિમાં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે હાજરી આપવાનું નક્કી કર્યું ત્યારે પણ નેહરુએ તેમને રોકવા પત્ર લખ્યો કે રાષ્ટ્રપતિએ ધર્મથી વેગળા રહેવું જોઈએ. ડૉ.રાજેન્દ્રબાબુએ તેમને જવાબ પાઠવ્યો કે તેઓ રાષ્ટ્રપતિ થયા તેથી હિન્દુ મટી ગયા ન હતા.
પશ્ચિમી વિચારધારામાં અને ત્યાંની કથિત સંસ્કૃતિમાં રંગાયેલા નેહરુએ રવિન્દ્રનાથ ટાગોરના ‘જન ગણ મન’ ને રાષ્ટ્રગીત તરીકે દેશ પર રીતસર ઠોકી બેસાડ્યુ
પ્રકાશન વિભાગે પ્રગટ કરેલા Indian Broadcasting પુસ્તકમાં જણાવ્યા અનુસાર સ્વતંત્રતા પછી રાજ્યબંધારણ હજી નહોતું ઘડાયું તે અરસામાં વચગાળાના વડા પ્રધાન નેહરુના સચિવાલયે ઑલ ઇન્ડિયા રેડિઓને ખાનગી પત્ર લખ્યો હતો. પત્ર ફરમાનાત્મક હતો, જે મુજબ આકાશવાણીને ‘રાષ્ટ્રગીત’ વગાડવા માટેની આવશ્યકતા જણાય ત્યારે ‘જન ગણ મન’નું રેડિઓ પ્રસારણ કરવાનું હતું. ગીતને દેશવ્યાપી પ્રસિદ્ધિ મળે અને પ્રજાના મનમાં તેના શબ્દો તથા સંગીત ઠસી જાય એટલા માટે આકાશવાણીએ વખતોવખત તે વગાડવાનું હતું. પંડિત નહેરુ એ વખતે પ્રજા દ્વારા ચૂંટાયેલા વડા પ્રધાન ન હતા. ઉપરાંત બંધારણસભાએ રાષ્ટ્રગીત અંગે હજી નિર્ણય લીધો ન હતો, બલકે તેને લગતી ચર્ચા પણ શરુ કરી ન હતી. આમ છતાં માહિતી અને પ્રસારણખાતા મારફત પંડિત નેહરુના સચિવાલયનો આદેશ મળ્યા બાદ આકાશવાણીએ ‘જન ગણ મન' ગીતને સંગીતના બીબામાં ઢાળવા માટે BBC / બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની સહાય માગી. સંગીતની ધૂન રચવાનું કામ BBCના સંચાલકોએ ત્રણ સંગીતકારોને સોંપ્યું.
થોડા વખત પછી જુદી જુદી ત્રણ ધૂન બની, જેનું રેકોર્ડિંગ ભારત સરકારને મોકલવામાં આવ્યું . પંડિત નેહરુને જે ધૂન ગમી તે હર્બર્ટ મ્યુરીલ નામના બ્રિટિશ સંગીતકારે રચી હતી. પંડિત નેહરુએ તેને આભારપત્ર સાથે ૫૦૦ પાઉન્ડનો ચેક પાઠવ્યો.
બંધારણસભામાં રાષ્ટ્રગીત તરીકે ‘વંદે માતરમ’ ની તરફેણ કરતા મેમ્બરો ઘણા હતાં, કેમ કે આઝાદીની લડત દરમ્યાન તેના નારા દેશના ખૂણે ખૂણે ગૂંજ્યા હતા. નારા પોકારવામાં કોંગ્રેસના સભ્યો મોખરે હતા. આમ છતાં પંડિત નેહરુએ ‘જન ગણ મન' ની સ્વીકૃતિ માટે યોજનાપૂર્વક રચેલી ભૂમિકાએ તથા ખુદ તેમના ભારપૂર્વકના આગ્રહે છેવટે ટાગોરના ગીતને રાષ્ટ્રગીતનો બંધારણીય દરજ્જો અપાવી દીધો. નેહરુને ‘વંદે માતરમ્' ન ગમવાનું કારણ એ કે બંકીમચંદ્રના એ ગીતમાં ‘મંદિર’ અને ‘દુર્ગા’ શબ્દો હતા
https://www.facebook.com/share/p/1A8woAH5xA/

Gujarati Book-Review by Gautam Patel : 111973668
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now