Gujarati Quote in Song by Gautam Patel

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝંડા ગીત 🇮🇳

ભારતનાત્રિરંગાનો મહિમા વર્ણવતું ગીત
विश्व तिरंगा प्यारा, झंडा ऊँचा रहे हमारा
પહેલી વખત ૧૯૨૫માં કાનપુરના હિન્દી
દૈનિક प्रताप માં છપાયું ત્યારે દેશ હજી પરાધીન હતો. આ
ગીતના કવિએ આગળના વર્ષે ત્રિરંગાને રાષ્ટ્રીય પતાકા
ઓળખાવીને જરા સાહિત્યિક પ્રકારવાળું ગીત લખ્યું હતું. જેની આરંભિક પંક્તિ નીચે મુજબ હતી.
राष्ट्रगान की दिव्य ज्योति
राष्ट्रीय पताका नमो-नमो ॥
भारत जननी के गौरव की
अविचल शाका नमो-नमो ॥
કવિના પત્રકાર મિત્ર ગણેશ શંકર
વિદ્યાર્થીને ગીતની શબ્દરચના ભારેખમ
લાગી, એટલે સુગમ ગાનમાં ઢાળી
શકાય એવું સ૨ળ પંક્તિઓનું ગીત રચવાની કવિને ભલામણ
કરી. झंडा ऊंचा रहे हमारा એ રીતે કવિના બીજા પ્રયાસના
ફળરૂપે ઉદ્ભવ્યું. ગીતને અસાધારણ લોકચાહના મળી, પણ
તેના કવિ લગભગ ઉપેક્ષિત રહ્યા.
ગીતના કવિ શ્યામલાલ ગુપ્ત જેમનું ‘બહુમાન’ કરવાના નામે
આઝાદ ભારતની સરકારે તેમને પદ્મશ્રીનો એવોર્ડ તથા રૂા. ૨,૦૦૦નું રોકડ પારિતોષિક આપીને હાથ ખંખેરી નાખ્યા હતા. જલિયાંવાલા બાગના શહીદોની સ્મૃતિમાં પહેલી વખત એપ્રિલ ૧૩, ૧૯૨૪ના દિવસે કાનપુરના જાહેર સમારંભમાં ગવાયેલું झंडा ऊँचा रहे हमारा ગીત શ્યામલાલ ગુપ્તએ ૧૯૫૨ના સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પોતે લલકાર્યું હતું.
https://www.facebook.com/share/p/1A1hTExg6u/

Gujarati Song by Gautam Patel : 111970417
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now