શ્વાસની સાથે કદી ચાલ્યા નહીં
મનથી મુક્તિ એટલે પામ્યા નહીં
હા જવું તું મારે એના તરફ
પણ ઈશારાથીય બોલાવ્યા નહીં
ડુબવા માંથી બચ્યા લોકો ઘણા
ને મકાનો પુર થી ભાગ્યા નહીં
જાણીતા ને ઓળખી લીધા પછી ,
મેં અજાણ્યાને બહુ જાણ્યા નહીં .
હું ઉછીના દેત નહીં આમેય પણ ,
કોઈએ પૈસા માંગ્યા પણ નહીં.
માત્ર એને ત્યાં જ જોયું હોય છે ,
આયનાએ એને શરમાવ્યા નહીં.