Gujarati Quote in Poem by Rajendra Chauhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલો એક દિપક પ્રગટાવીએ,
ઘર બેઠા કંઈક નવતર કરીએ
અંધકારને કંઈક અજવાળીએ
ભરખાતી ભોમને અટકાવીએ...ચાલો એક
થોડુંક પુણ્યને પણ પ્રકાશીએ
અંતર મનભેદને ખંખોળીએ
હ્રદયના તારને ઝણઝણાવીએ
કપરી પરિસ્થિતિને પછાડીએ...ચાલો એક
વ્યાપેલ નિરાશાને દૂર કરીએ
ધર્મ અને વિજ્ઞાનને સાથે લાવીએ
વિકૃત કરેલ પ્રકૃતિને બચાવીએ
ચાલો આજે પ્રકાશપર્વ મનાવીએ...ચાલો એક
             .... રાજેન્દ્ર ચૌહાણ ...

Gujarati Poem by Rajendra Chauhan : 111961422
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now