અમે તો ટ્રેનની મુસાફરી એટલે ટ્રેન આવે એટલે ધક્કા મૂકી કરી કોઈ ખાખી બિસ્તરો બિછાવી દે, કોઈ ઉપર પાટીયે બેસી જાય , 'aa તો પંખીનો માળો' કહી હળવેથી ખસતાં માજી આપણને દબાવીને પહોળાં થઈ બેસે , એ બધું નાની ઉંમરે જોયું. પછી લાઈનમાં ઊભી, ફોર્મ ભરી ટિકિટ લેવા ઊભા. બાળકોને મોસાળ જવું હોય ત્યારે ત્રણ મહિના અગાઉ સવારે 5 વાગે એલીસબ્રીજ સ્ટેશને લાઈનમાં ઊભી 8 વાગે કાઉન્ટર ખૂલે એટલે ટિકિટ લીધી છે.
ચા માટે ચિનાઈ માટી ના કપ , ' અડાળી ' કે '' માં ચા પીધી છે. પછી લાલુ છાપ કુલડીઓ અને પછી પેપર કપ.
હવે ઓનલાઇન રિઝર્વેશન ઉપરાંત irctc ની જ કંફરમ ટિકિટ સાઈટ, જો વેઇટિંગ હોય તો કેટલા ટકા ચાન્સ કંફરમ થવાના એ બધું પણ જોયું.
લાલ ડબ્બા અને પીળા રંગેલાં પાટિયાં પછી મધુ દંડવતે ને આભારી ગાદી વાળા સ્લીપર કોચ અને શતાબ્દી, તેજસ, રાજધાની અને હવે 127 ની ઝડપે જાય તો પણ પાણીનો ગ્લાસ ન છલકાય અને સહેજે પણ ધડ ખડ અવાજ ન આવે એવી વંદે ભારતની મુસાફરી, ઓલમોસ્ટ પ્લેન જેવી કરી.
ચા માટે પણ એલ્યુ. ની કિટલીમાંથી કાચના ગ્લાસમાં રેડે એ પછી ટી બેગો અને ડીપ ડીપ, સ્યુગર અને વ્હાઈટનર ની પડીકીઓ અને હવે ડાયરેક્ટ મસાલા ચાય પેકેટ ખોલીને ગરમ પાણીમાં રેડો એટલે સીધી લાલ કેસરી મસાલા ચાય, પૂરતી કડક. સાથે અમે તો બિસ્કીટ એટલે પાર્લે ગ્લુકોઝ, બહુ બહુ તો મોનેકો વાળી પેઢી. અહીં તો ઓટ બિસ્કીટ, એ પણ ફ્લેવર વાળાં એવી રેલવેની જર્નીના જમાનામાં પહોંચ્યા. એક જ ભવમાં.
આનંદ છે રેલવે ની આ એ વખત થી આજની જર્ની નો.
હા. કોઈ ચાર પાંચ જણને વ્રત હતું તેથી આપેલ આલુ મટર માં કાંદા હતા એ ખાઈ શકે એમ ન હતાં. એમને અને કોઈને પરોઠા જાડા લાગ્યા એને ઉપમા પણ ચેન્જ કરી આપી. આવા ઓપ્શન હોય છે એનો મને ખ્યાલ ન હતો.
બસ, ગરમ પાણીમાં સીધી મસાલા ચાયની પડીકી ઠાલવી જીરા વાળું ઓટ બિસ્કીટ ખાતાં, મોટી બારીમાંથી દુનિયા જોતાં વંદે ભારતમાંથી આ પોસ્ટ લખું છું . સાથે બ્રેકફાસ્ટ ની ટ્રે ખાસ બતાવવા મૂકી છે, ગિરનાર ચા નું સેચેટ સીધું ફોડીને પાણીમાં નાખતાં સરસ ચા થઈ જાય. ડીપ બેગ , સ્યુગર બેગ, વ્હાઈટનર કશું નહીં.
હા, સાથે મૂક્યો છે ગંગા ઉપરના વિશાળ પુલ અને નીચે મોજાંઓ સાથે વહેતી અફાટ ગંગાનો વિડિયો. પ્રયાગરાજ આવવાની 5 મિનિટ પહેલાં. વારાણસી થી દિલ્હી.