પહેલા કવિ કહેતા,
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો તો,
ટેન્ક પાર માથું મૂકી ઊંઘી લઉં!
હવે કવિ ને કહેવું પડે છે,
એક ક્ષણ જો ઇન્ટરનેટ અટકાવી શકો તો,
માથું ઊંચું કરીને પરિવારને જોઈ લઉં!
એક ક્ષણ વિચારી જુઓ,
ઈન્ટરનેટ નું સતત ચાલવું પરિવાર માટે યુદ્ધ જેટલું ખતરનાક તો નથી ને??
બીજી ક્ષણે પાછા મોબાઇલમાં લાગી જજો,
મારી રચના ને લાઈક તો કરવી પડશે ને!!
-તની