જાત પોતાની લય, ભીતર તારી ભળી જાવ,
જો તું કહે તો આવી ને તને મળી જાવ...?
આંખો વાંચી ને લાગણીઓ, તારી કળી જાવ,
જો તું કહે તો આવી ને તને મળી જાવ...?
હરખાતું હૈયું મારું, હાથમાં તારા ધરી જાવ,
જો તું કહે તો આવી ને તને મળી જાવ...?
ઝાલ્યા બાદ હાથ તારો, હું દૂર કદી નહિ જાવ,
જો તું કહે તો આવી ને તને મળી જાવ...?
મળ્યા વગર તને હું ,તને મરી તો નહિ જાવ,
પણ’ જો તું કહે તો આવી ને તને મળી જાવ...?
– જયરાજ બ્રહ્મભટ્ટ
"સમેહ"