ઈતિહાસ માંથી ગાયબ કરી દેવાયેલુ અમરપાત્ર
*બપ્પા રાવલ (કાલભોજ)*
ઈ.સ 711 માં અરબસ્તાન નો મહમંદ બિન કાસીમ વહાણો દ્વારા મોટા સૈન્ય સાથે સિંધ પર ચડી આવ્યો ત્યારે સિંધ ના હિન્દુ રાજા દાહીરે તેનો પ્રતિકાર કર્યો. તે કાસિમ સામે ત્રણ યુધ્ધો લડયો જે માંથી બે જીત્યો ત્રીજા યુધ્ધ માં હાર્યો અને જીવ ગુમાવ્યો દાહીર ની પુત્રીઓ પણ વીરગતિ પામી મહમંદ બિન કાસીમે ત્યારબાદ 50000 જેટલા સિંધવાસી હિન્દુઓ ને મારી નાખ્યા પણ ઈસ્લામ સ્વીકારે તેને જીવતદાન આપતો એટલે સિંધ મુસ્લિમ બહુમતી નો પ્રદેશ બન્યો.
ઉમ્મયાદ ખિલાફત નું પ્રતિનિધિત્વ કરતો મહમંદ બિન કાસિમે સિંધ પાસે ના ગુજરાત માં પણ હિંસાખોરી ચલાવી. અનેક મંદિરો તોડી નાખ્યાં. ઈ.સ 715 માં કાસિમ મૃત્યુ પામ્યો એટલે તેના અનુગામી બનેલા સરદારે પૂર્વ તરફ આગળ વધવાનું નક્કી કર્યુ. હાલ રાજસ્થાન તરીકે ઓળખાતો વિસ્તાર આરબો ની નજર પર આવ્યો. આઠમી સદીમાં તે મેવાડ અજમેર મારવાડ જેસલમેર નાગદા વગેરે રજવાડા નો બનેલો હતો. સૌથી મોટુ અને સમૃધ્ધ રાજ્ય મેવાડ હતું આરબો પહેલા તેને હસ્તગત કરવા માગતા હતા.
https://www.facebook.com/share/p/njgTYeSQJ2PMaXiY/?mibextid=oFDknk