Gujarati Quote in Shayri by Mona Ghelani

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાં જશો?
અજંપાનાં ખચાખચ વન લઈને ક્યાં જશો?
અને ભૂલું પડેલું મન લઈને ક્યાં જશો?

જવું છે તો વિચારો બે ઘડી સર્પો વિશે,
આ અંગેઅંગમાં ચંદન લઈને ક્યાં જશો?

વળાંકો ભયજનક,પથરાળ રસ્તા છે બધે,
તમારું કાચનું વાહન લઈને ક્યાં જશો?

થયું છે સાવ રદબાતલ હવે છોડો મમત,
ચલણમાં જે નથી એ ધન લઈને ક્યાં જશો?

મરસિયા, બેસણાં ને ખરખરા છે ચોતરફ,
કહો, પીડા અને ક્રંદન લઈને ક્યાં જશો?

-✍️પારુલ ખખ્ખર
‘કલમને ડાળખી ફૂટી’

Gujarati Shayri by Mona Ghelani : 111946136
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now