Gujarati Quote in Poem by Khyati Maniyar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે પાછો પપ્પા માટેનો પ્રેમ છલકાઈ જશે,

પછી ખબર નહિ ક્યાં છુપાઈ જશે.....


ભલે આપણી ફરમાઈશ મમ્મી પુરી કરતી હશે,પણ

ક્યાંક એ આપણા માટે પપ્પાને જ ફરમાઈશ કરતી હશે,


આજે પાછો પપ્પા માટેનો પ્રેમ છલકાઈ જશે,

પછી ખબર નહિ ક્યાં છુપાઈ જશે.....


અરમાન પુરા કરવાના સપના ભલે માં જોતી હશે,પણ

એ સપના પુરા કરવાના અરમાન પપ્પાનાં જ હશે,


આજે પાછો પપ્પા માટેનો પ્રેમ છલકાઈ જશે,

પછી ખબર નહિ ક્યાં છુપાઈ જશે.....


સરસ તૈયાર કરવાના શોખ ભલે મમ્મીને હશે,પણ

એ શોખ પુરા કરવાની તૈયારી ક્યાંક પપ્પાની જ હશે,


આજે પાછો પપ્પા માટેનો પ્રેમ છલકાઈ જશે,

પછી ખબર નહિ ક્યાં છુપાઈ જશે.....


ભલે સાથે આખો દી માં હશે, પણ

સાંજે ભેટવાની ઈચ્છા એ પપ્પાની જ હશે,


આજે પાછો પપ્પા માટેનો પ્રેમ છલકાઈ જશે,

પછી ખબર નહિ ક્યાં છુપાઈ જશે.....


સરસ ભોજન જમાડનારી માં જ હશે, પણ

એ ભોજન લાવવાની ચિંતા તો પપ્પાની જ હશે,


આજે પાછો પપ્પા માટેનો પ્રેમ છલકાઈ જશે,

પછી ખબર નહિ ક્યાં છુપાઈ જશે.....


સારાં ભણતરનું અભિમાન ભલે માં ને હશે, પણ

એ ભણતરનું જતન કેવી રીતે કરવું એનું જ્ઞાન તો પપ્પાને જ હશે,


આજે પાછો પપ્પા માટેનો પ્રેમ છલકાઈ જશે,

પછી ખબર નહિ ક્યાં છુપાઈ જશે.....


હોય દુઃખી આપણે તો માં દુઃખી હશે, પણ

મનના કોઈક ખૂણે પપ્પા પણ રડતાં જ હશે,


આજે પાછો પપ્પા માટેનો પ્રેમ છલકાઈ જશે,

પછી ખબર નહિ ક્યાં છુપાઈ જશે.....


માં માટે શબ્દ અપાર હશે, પણ

અખૂટ વાક્યો એ પપ્પા માટે જ હશે,


આજે પાછો પપ્પા માટેનો પ્રેમ છલકાઈ જશે,

પછી ખબર નહિ ક્યાં છુપાઈ જશે.....


ખ્યાતિ 'સિદ્ધયતિ'

Gujarati Poem by Khyati Maniyar : 111936765
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now