*મને અહેસાસ સાથે રહેવાની આદત છે*
________________________________
દૂર રહીને પણ પાસે રહેવાની મને આદત છે,
યાદ કરીને આંખોમાંથી વહેવાની મને આદત છે.
પાસે ના હોવા છતાં સાથે જ લાગીશ,
મને એહસાસ સાથે રહેવાની આદત છે.
ફૂલોને સુંદર બની ખીલવાની જે આદત છે, ને
મુરઝાયા પછી અત્તર બનીને મહેકવાની પણ આદત છે.
ચાંદ પણ ચાંદની બની જમીન પર પહોંચી જશે,
પ્રિયતમને પણ સંગાથી સાથે રહેવાની આદત છે.
*- જયવંત બગડીયા / કવિરાજ*