Regent of diamond
રોબર્ટ ક્લાઇવ ત્રણ વખત ભારત આવ્યો. દર વખતે નીલમ પોખરાજ પિરોઝા ગોમેદ પિલૂ પન્ના , માણેક વગેરે રત્નો ઉપરાંત અનેક રત્નોજડિત કલાકૃતિઓની
ચોરગઠરિયા બાંધીને લેતો ગયો.
ઇસ્ટ ઇન્ડિઆ કંપનીમાં માસિક ફક્ત ૫ પાઉન્ડના
પગારે જોડાયેલો ક્લાઇવ અઢળક સંપત્તિનો માલિક
બન્યો હતો. એક વાર તેણે ઈંગ્લેન્ડમાં ભારત વિશે કહ્યું કે,
(હું જ્યારે તે દેશની વિપુલ સંપત્તિ વિશે વિચારું છું અનેમેં તેમાંનો કેટલો નાના પ્રમાણમાં ભાગ પડાવ્યો
ત્યારે મને મારા સંયમનું આશ્ચર્ય થાય છે,)
અંગ્રેજોમાં માત્ર ક્લાઇવ જૂવેલ થીફ ન હતો. ઊંચો હોદો ભોગવતા બધા ગોરા અમલદારો માટે ભારતહીરા-પન્ના વડે આચ્છાદિત રહેતું બોડી બામણીનું ખેતર હતું.
અંગ્રેજોને મધલાળ છૂટવાનું પૂરક કારણ પાછું એ કે ૧૮૬૭ સુધી એકમાત્ર ભારતમાં હીરા મળી આવતા હતા. કોઇ બીજા દેશમાં હીરાની ખાણ ન હતી. સૌથી મોટો ૪૧૦ કેરેટનો હીરો મદ્રાસના (ચેન્નઇના) ગવર્નર થોમસ પિટના કબજામાં
આવ્યો. મંદિરની દૈવી પ્રતિમાની આંખ બેસાડવામાં આવ્યો હતો.
થોમસ પિટે હસ્તગત કરેલાં હીરાનું જાણીતું નામ Regent of diamond છે. કાચા હીરાના ના સ્વરૂપે તેનું મૂળ વજન ૪૧૦ કેરેટ, પણ તેને પાસાદાર ૫૮ ૫હેલવાળો બનાવાયા પછી તે ૧૪૦.૬૪ કેરેટનો રહ્યો. આમ છતાં પ્રકાશકિરણો સાથે અદ્ભુત રમત કરી ઝગઝગાટ મારતો હતો. ગવર્નર પિટે
તે હીરો ફ્રાન્સના રાજપ્રતિનિધિ ફિલિપ દ્વિતીયને ૧,૩૫,૦૦૦ પાઉન્ડમાં વેચ્યો, એટલે હીરોનવી ઓળખ પામ્યો. સોદો થયાનું વર્ષ ૧૭૧૭ હતું અને થોમસ પિટને મળેલી
રકમ તે અરસાના હિસાબે ગગનસ્પર્શી હતી. ૨૦૨૪માં રિજેન્ટ હીરાનું આજના ધોરણે પુનર્મૂલ્યાંકન કરવામાં આવે તો. કિંમત હાલના વિનિમય દરે રૂા.
૬,૦૦,૩૦,૦૦,૦૦૦. છ અબજ ત્રીસ લાખ રૂપિયા થાય