કેમ નવું ના લાગે...

આગ પાણી ઉપર લાગે તો નવાઈ લાગે,
પણ જો મનમા લાગે તો કેમ નવું ના લાગે,

વિશ્વાસ બીજાં પર કરું તો ફરિયાદ લાગે,
પણ જો જાત પર કરું તો કેમ નવું ના લાગે,

ખોબો ભરીને પાણી પીવ તો ખરાબ લાગે,
પણ જો કળશમાં પીવ તો કેમ નવું ના લાગે,

આકાશ ઉપર નજર મારું તો ખુલ્લું લાગે,
પણ જો ઢંકાયેલું છે તો કેમ નવું ના લાગે,

ક્રોધ ઉપર નિયંત્રણ રાખુ તો સંયમ લાગે,
પણ જો‌ બેકાબૂ રાખું તો કેમ નવું ના લાગે..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111930331
મનોજ નાવડીયા 2 week ago

ખૂબ સરસ ખૂબ આભાર આપનો

Tr. Mrs. Snehal Jani 2 week ago

વાત તો દરેક સાચી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now