હ્રદયને ખૂણે ખૂણે
ખોટ તારી વર્તાય છે
જો ને આ મીઠી યાદોની મહેક આંખનું આંસુ બની જાય છે ,
નસીબે મારી કટારી હ્દય રહ્યુ રુંધાય ,જો ને ઘા હજી ક્યાં રુઝાય છે
તારો અંદાજ , વાતો , સાથ ,મારા હાથમાં હૂંફાળો તારો હાથ .
જો ને એ ખાલી જગ્યા
અન્ય સંબંધે ક્યાં પૂરાય છે
તું સુવાસિત પુષ્પ, હું ઝાકળબિંદુ .તારા સ્પર્શે મન પુલકિત થાય છે
આંખોથી ઓજસ પણ
હર શ્વાસમાં સુવાસ તારી જ અનુભવાય છે ...💞