"બાના હાથની રસોઈ"

'રસોઈ તો મમ્મીની જ. 'ભાઈ બોલ્યો

'એ વાત ખરી.પણ રસોઈ બનાવતા તો મમ્મીને બા એ શીખવાડ્યું હતું. 'મોટી બહેન તરત બોલી ઉઠી.

ભાઈ:-' પણ બાને મેં જોયા જ નથી.'

બહેન:-' મમ્મીના હાથની રસોઈ જમીએ એટલે મને બા યાદ આવી જાય છે. તારો જન્મ થયો એ વખતે જ બા પ્રભુ ધામમાં ગઇ હતી. બાને મેં જોયા હતા.'

મમ્મી:-' સાચી વાત છે. રસોઈ મેં બાની પાસેથી જ શીખી હતી. રોજ સવારે એમને યાદ કરીને જ રસોઈ બનાવું છું.'

બહેન:-' એટલે જ મને મમ્મીની રસોઈમાં બાની મમતા યાદ આવી જાય છે.'
- કૌશિક દવે

-Kaushik Dave

Gujarati Story by Kaushik Dave : 111927781

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now