Gujarati Quote in Funny by yeash shah

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દો સાચવીને : એક હાસ્ય વ્યંગ લેખ
ગાળ -
ખંજર, ચપ્પુ કે કોઈ પરશુ ન હોય તો પણ જીભ માં થી નીકળતું શસ્ત્ર છે. આ શસ્ત્ર કોઈ પણ વ્યક્તિ નું ફક્ત થોડીક જ ક્ષણો માં પરિવર્તન કરી શકે છે.. એક માણસ ને ભલે એ સ્ત્રી હોય કે પુરુષ.. પશુ અને વ્યભિચારી તરીકે ચીતરી શકે છે.. ગાળ મિત્રતા માં પણ નીકળે છે.. અને શત્રુતા માં પણ.. સુખ માં પણ નીકળે છે.. દુઃખ માં પણ.. લાભ માં પણ નીકળે છે... હાનિ માં પણ.. જય માં પણ નીકળી શકે છે.. અને પરાજય માં પણ.. મારા મતે ગાળ બોલવાની આદત ધરાવનાર વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ છે..
ગાળ મુખ્યત્વે વિભત્સ રસ છે.. વિભત્સ રસ ની સૌથી વધારે અસર હાસ્ય રસ અને શૃંગાર રસ પર જોવા મળે છે.. જેમાંથી ઘણીવાર અશ્લીલતા ,વિકૃતિ ,રૌદ્ર રસ અને ભયાનક રસ જન્મે છે..
ગાળ બોલવાની આદત વાળા વ્યક્તિ નો અભ્યાસ કરશો તો સમજાશે કે ગાળ એક વૃત્તિ છે.. જે મન માં સળવળે છે.. શબ્દો માં તો માત્ર વ્યક્ત થાય છે. જેવી રીતે તમાકુ અને પાન ખાવાની આદતવાળા વ્યક્તિ ને અંદરથી ક્રેવિંગ થાય છે.. એવી રીતે ગાળ બોલવાની આદત પણ એક ક્રેવિંગ છે.. જે ક્રેવિંગ સામે કેટલાક લોકો ખૂબ લાચાર છે.
કેટલાક લોકો મહાપરાણે આ ક્રેવિંગ ને ક્રોધ પૂર્વક રોકે છે... ઘણા લોકો પોતાના દાંત અને હોઠ ચાવે છે.
અણગમતી સ્થિતિ માં..તો જાણે સહજ પણે ગાળ જીભ માંથી જન્મે છે...
બહુ જ બારીકાઈ થી અભ્યાસ કરશો તો સમજાશે કે ગાળ દ્વારા તમે વ્યક્તિ, સ્થિતિ,જાતિ, સમાજ,નારી,નર ,બહેન ,દીકરીઓ ને તુચ્છ કહી રહ્યા છો. કોઈ દેશ અથવા મૃત્યુ પામેલા રાજનેતાઓ ને ગાળ બોલી એમને તુચ્છ ચીતરે છે..
અને જ્યારે તમારી અંદર થી જ્યારે આવી તુચ્છતા નીકળે છે.. તો તમારે સમજવું રહ્યું કે આ તુચ્છતા તમારી અંદર રહેલી છે. એટલે કે ગાળ બોલનાર વ્યક્તિ બીજાની સાથે સાથે પોતાને પણ તુચ્છ સાબિત કરે છે..
અશ્લીલ અને વિકૃત ગાળોથી તો પોતાના તેમ જ બીજાના માતાશ્રી ,બહેનશ્રી ,પિતાશ્રી તુચ્છ સાબિત થાય છે.. છતાંય માણસ flow.. flow .. માં આવી ગાળ બોલી જ બેસે છે.. આ એક વિડંબના અને લાચારી છે..
આજે આપણે જે પણ ગાળ બોલીએ છીએ તે ભાષા નો ઉદભવ ક્યાં થયો ,કોને કર્યો એ વિશે કોઈએ સંશોધન કર્યું નથી..
પ્રાચીન સમય માં અપશબ્દ ને માન હાનિ ગણવામાં આવતા હતા.. આજના સમય માં પણ આવું જ છે.. છતાંય જો મિત્રો ની વચ્ચે ,ધંધા નોકરી માં ગાળ ન બોલનાર વ્યક્તિ અથવા શુદ્ધ ભાષા નો આગ્રહ રાખનાર વ્યક્તિ સદૈવ ઉપેક્ષિત થાય છે.. જાણે એ પરમ વંદનીય હોય એવી રીતે એને જોવામાં આવે છે..
વ્યક્તિગત રીતે પૂછો તો ગાળ મારી જીભ અને કાન બન્ને ને અપ્રિય છે.. કોઈ પણ ભાષા પ્રત્યે મને માન છે.. જો કોઈપણ ભાષા ને નારી સમજવામાં આવે તો ગાળ એ નારી ની છેડતી છે.
હું સદૈવ ગાળ બોલવા અને સાંભળવાથી બચુ છું. અથવા એવી પરિસ્થિતિ માં પડીને પણ એને એક સહનશીલ વ્યક્તિ ની જેમ સ્વીકારી ને ignore કરું છું..ભાષા નું સમ્માન એ માતા અને માતૃભૂમિ નું સમ્માન છે.. પણ આ લેખ વાંચી ને પણ જો ગાળ બોલવાનું મન થાય તો.. અંતર માં પ્રવેશ કરી ને તુચ્છતા ને out કરી દેજો... બાકી તમારી ઈચ્છા..

Gujarati Funny by yeash shah : 111925783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now