Gujarati Quote in Song by Bhavna Mehta

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👉કાળ પરે વિસ્તરશું...👍

હૃદય કુંજની બારીમાંથી ડોક્યું પલ પલ કરતું,
ભાવભીની ધારાથી એક ઝરણું ખળખળ વહેતું...
હો હો હો હો હો....

સાવ સુક્કા પર્ણોની જેમ ક્યાં લગી ખખડશું?
બોલને આપણે હૈયે ક્યારે ભીનાશ જેવું ધરશું?
ગુનગુનગુનગુન ગીત મજાના કયારે આપણે ગાશું?
તું ને હું, હું ને તું ક્યાં લગીને કરશું?
હો હો હો હો હો....હૃદય કુંજની બારીમાંથી...

આવ હાથમાં હાથ પકડી હરપલ સંગ સંગ રહેશું,
નૂતન ગીત મજાના આપણે નુતન પ્રભાતે ગાશું.
ભાતૃભાવનાં દીપ જલાવી અંતર ઉજ્વળ કરશું,
એક મેકમાં ખોવાઈ જઈને એક એકમાં મળશું.
હો હો હો હો હો...હૃદય કુંજની બારીમાંથી...

ક્ષણ ક્ષણ વસંત જેવું ખીલી મન ભરીને જીવશું,
નભમંડળને શોભાવવાને ટમ ટમ તારલો બનશું.
હૃદય કુંજનાં પ્રેમવારીથી જગ રળિયાત કરશું,
દિવ્યતાને પામતાં જઈને કાળ પરે વિસ્તરશું.
હો હો હો હો હો....હૃદય કુંજની બારીમાંથી...

ડૉ. ભાવના મહેતા(ભાવભીની)

Gujarati Song by Bhavna Mehta : 111925671
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now