તમે ધારો તે કરો
~~~~~~~~~~
અહીં રાજ તમારું છે, તમે ધારો તે કરો,
ને, તાબે રજવાડું છે, તમે ધારો તે કરો.
કંઈક ઘોળો, પીસો, ઘૂંટો ને લગાડો,
સાવ ખુલ્લું ઘારું છે, તમે ધારો તે કરો.
એ પિંડ વિશેની પિંજણમાં ન પડો,
એ જ સારું છે, તમે ધારો તે કરો.
પત્ર મારો હોય ને તમે લિખિતંગ કરો,
નામ ખૂબ પ્યારું છે, તમે ધારો તે કરો.
નહીં ભાડું, વ્યાજ કે ખાલી કરવાની ફિકર,
આ ઘર તમારું છે, તમે ધારો તે કરો.
- - - યોગેશ શુકલ 'યોશુ'