આજની નારી .
નવ જીવ ને અવતરણ અર્પતી નારી સર્જનહારી.
સ્વમાનના જંગ લડી દરેક પાયદાન સિદ્ધકરનારી .
જડ્ડતા ભર્યા અમુક સમાજમાં જડીબુટ્ટી બનનારી,
ઘર કારોબાર સાચવતી ઉપહાસની ના કોઈ વાણી .
સંસ્કૃતિ સંસ્કાર પાલવે લપેટી મર્યાદાનો મોભો ધરી,
નિજ સ્વપ્ને ચાંપી આગ હમસફર સંગ ચાલનારી .
મમત્વ તણાએ ભરતી ઓટ હૈયૈ છલોછલ જીરવતી,
છોડને અનુકુળ ઓપ આપી પ્રકૃતિ પાઠ ભણાવનારી.
ખુટે કવન કાગળ શ્યાહી છતાં ના ખુટે નારી ગુણગાન,
નિહન નત મસ્તક એના ઋણ અપાર કદી ના ગણનારી.
- નિમુ ચૌહાણ નિહન
-Nimu N Chauhan