જ્યાં હૂંફભર્યાં બે શબ્દોની જરૂરિયાત છે, ત્યા અહંકારથી ભારોભાર વાક્યો મળે છે
જ્યાં માથા પર લાગણીસભર હાથની જરૂરિયાત છે, ત્યા ઉપકાર ગણાવતી પાયેય આંગળીઓ ફરે છે
જ્યાં સમજી શકાવાની આશાઓ બંધાણી હોય છે, ત્યા હોદ્દારૂપી અભિમાન આશાઓ ભાંગી નાખે છે
જ્યાં બે ઘડી બેસીને થાક ઉતારવાની ઇચ્છા હોય છે, ત્યા ઘડી ઘડીનો હિસાબ કરતું બસ મગજ હોય છે
જ્યાં તમામ સંબંધો એક જ સંબંધમાં અનુભવવા હોય છે, ત્યા એક સંબંધમાં ય ગણતરીના ચોપડા મળી આવે છે..!!