બાગ બાગ ખીલવાનું મન થાય
આભ આભ ઉડવાનું મન થાય
મૃગજળ મળ્યા નથી ના મળશે
રેત રેત તરી તૃષા છુપાવવાનું મન થાય
મરીને બળવું ને બળીને મળવું ન ગમે
આગ આગ જીવવાનું મન થાય
મે હો વરસે જ્યારે મેહાને ગમે ત્યારે
તપતી ધરાને અશ્રુધાર એ ભીંજાવવાનું મન થાય
હૈયાનો હાર હરીચરણે ધરી
શ્વાસ શ્વાસ સમરવા નું મન થાય..........
Nanda H Solanki.
19/2/2024.