એકાંતમાં પજવતો આભાસ છું
તારી જ ભીતર રહેતો તારો જ શ્વાસ છું
ફૂલોની સુવાસ છું અને કાજલની કાળાશ છું
ઓઢી જે આસમાની હા હું એ જ આકાશ છું
ખરું તો પલાસ છું ઝરમર તો અષાઢ છું
નજર ફેરવી જો જરા તારી જ આસપાસ છું
રંગીલો રાસ છું ને પ્રેમનો કયાશ છું
તુજ થી શરૂ ને તુજમાં જ ખલાસ છું
Nanda H Solanki.
19/2/2024.