પાછા મળીએ એવી
દુઆ એક વાર કરજે
જોઈ તને જાગીએ
એવી સવાર કરજે
ઝીણી ઝીણી ચુંદડી ઓઢી
રૂપને આરપાર કરજે
નયન તૃષ્ણા છીપે
એવી દર્શનની ધાર કરજે
અધરને અડેલા શબ્દોથી
કાગળ બે ચાર લખજે
તારું મારું નામ અને
પ્રીત ભારોભાર ભરજે
મારી ધડકનને તારા
શ્વાસો નો હાર ધરજે
મુરજાઈના કદીએ
સંભાળ ભલીવાર કરજે
Nanda H Solanki.
19/2/2024.