તુ કહે ને હું સુકાઈ જાવ તેવું ખાબોચિયું હું નથી,
આ ધરતી પર વરસાદ બની ને વર્ષી જાવ તેવું અભાલું હું નથી.
આવ્યો છું મળવા કેટલાય પ્રેમી હદયો ને આજે,
પણ કોઈ એક માટે હું રોકાઈ જાવ તેવો પ્રેમીજન હું નથી.
મળીશ બધા પ્રાણી ના આત્મા સાથે,
કેમ કે એક વાત માં આવી જાવ તેવો શબ્દ પ્રાસ હું નથી.
કેટલાય જન્મો ના અંતે મનુષ્ય રૂપી મળ્યો છે,
તારા માટે "ભેરુ" લડી જઈશ પણ! પાછળ વળી તને કપાવું તેવો ભેરુબંધ હું નથી.