પ્રેમનો આ છે પવન બહુ જામ્યો,
હો ભલે ને એ વિદેશી વાયરો.
જે હવા આ ચોતરફ વ્યાપી રહી,
આ મહોબતનો શરુ છે મુશાયરો.
આપણે આ પ્રેમ ક્યાં જાણી શક્યા,
ખૂબ ટૂંકો આપણે તો બસ ધાર્યો.
ના કદી બીજે કશે જોયો છે કદી,
એક નામે છે સદા એ બસ ભાળ્યો.
વ્યાપક ઘણો વિસ્તાર છે પ્રેમનો,
કેમ એને વાસનાથી સદા વિચાર્યો?
નિધિ મહેતા 'ખુશી'
અમદાવાદ