વચનો આપ્યા વગર પણ જે નિભાવી ગયા,
આ દુનિયામાં એ પ્રેમીઓ જ તો ફાવી ગયા.
નથી બોલતા ફર્યા એ કદી, "હું તને ચાહું છું,"
છતાંય પ્રેમીઓની યાદીમાં નામ નોંધવી ગયા.
પ્રણયનો એકરાર થયો હતો આંખોની વચ્ચે,
નગ્ન આંખોના જવાબ પર જીવ લગાવી ગયા.
હજુ પણ હૃદય પર અંકિત છે શબ્દો એમના,
સખત પથ્થર જેવા પથ્થરને હચમચાવી ગયા.
ઘૂંટણ ટેકી, ગુલાબ આપી કરગરવું જરૂરી નથી,
કોઈ જ એકરારે જેવો ઈજ્જત અપાવી ગયા.
હૃદયમાં સમાવ્યા છે અને શ્વાસોમાં મહેકાવ્યા,
"મનોજ" દૂર રહીને પણ હૃદય ધબકાવી ગયા.
મનોજ સંતોકી માનસ