Gujarati Quote in Poem by Nanda H Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘર એક મંદિર
જ્યાં તુલસી બની દીકરી ઘરની પવિત્રતાને જાળવી રાખે એ ઘર એક મંદિર
જ્યાં જળને પવનથી ના ડરી દીવો બની ઝ ળ કે દીકરો એ ઘરે એક મંદિર
જ્યાં ધૂપ સળી બની વહુ પોતાની મહેક થી મહેકાવે ઘરને એ ઘર એક મંદિર
જે બની પુજારી ઘરની દરેક વ્યક્તિની સંભાળ લે માત પિતા એ ઘર એક મંદિર
જ્યાં વડીલ પરમેશ્વરની સમી મુરત બની પૂજાય એ ઘર એક મંદિર
જ્યાં સંસ્કારનો કળશ ઘરના શિરે શોભે એ ઘર એક મંદિર
જ્યાં સત્કર્મ અને સદભાવનાની ધજા લહેરાઈ એ ઘર એક મંદિર
જ્યાં સત્ય અહિંસા અને ક્ષમા નું ત્રિશુલ દેખાય એ ઘર એક મંદિર
જ્યાં સાદગી એ જ શણગારની ધૂન સંભળાય એ ઘર એક મંદિર
જ્યાં શીતળતા અને શાંતિની અનુભૂતિ થાય એ ઘર એક મંદિર
Nanda H Solanki.
5/2/2024.

Gujarati Poem by Nanda H Solanki : 111916897
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now