Gujarati Quote in Blog by Urvisha Vegda

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘેડ "ની ધરા...... એમ તો આખી દુનિયા ફરવી ગમે અને નિત નવી હોટલોમાં જમવું ગમે, ન જોયેલા ફુવારાને જોઇને ફોટા પાડવાનું મન થાય, સ્વીમીંગ પુલમાં પડીને નાહવાનું મન થાય ને નીકળતા નીકળતા કહેવાનું પણ મન થાય કે પુરા થૈ ગયા ભૈ ખીસ્સા ખાલી થૈ ગયા. હાલો પાછા આપણા ઠેકાણે એમ તો અમદાવાદ પણ ફરવું ગમે અને પેરીસ નું પણ ફરાય, વિચારીને જવાબ દેજો કયારેય "ઘેડ"માં આવ્યા છો,? કયારેય "ઘેડ"માં આવવાનું મન થયું છે? જોયું છે કયારેય મારા માધવરાય નું "માધવપુર" આવો લઇ જાવ આજે તમને મારી ઘેડની ધરા માં. કયારેક વિમાનની ઉંચી ઉડાન છોડીને મારા આ ઘેડના રસ્તામાં પગપાળા હાલજો એવું લાગશે જાણે કે માઁ ધરતી તમારાજ પગલાની રાહ જોતી હતી, અને એ ધરતીની ધુળ ડમરી બનીને તમારું સ્વાગત કરશે. તમારા મોંઘા એ સ્વીમીંગ પુલને છોડીને કયારેક મારા ગામની ખોદાયેલી એ ખાણમાં ભરાઈ ગયેલા પાણી મા નાવા આવજો છેક તળીયે પડેલું પાણી પણ અનેરો આનંદ આપશે. તમારી એ મોંઘી હોટલના બીલ છોડીને કયારેક મારા ઘેડનો બાજરીનો રોટલો ખાવા આવજો, અંતર નો અદભુત ઓડકાર અપાવશે એવી તાકાત છે મારી ઘેડની ધરામાં. લહેર મારતા એ દરિયાના મોજા સાચા ફુવારા છે. કયારેક આવજો મારા માધવરાયનો માંડવોને જાદવ કુળની જાન જોવા. આવજો મારા માધવરાય ના માધવપુર માં

Gujarati Blog by Urvisha Vegda : 111916757
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now