Gujarati Quote in Blog by PANNABEN UPADHYAY

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વસંત પંચમી

સોળ વર્ષ ની ઉંમર યૌવન ફુલ બહાર ખીલી ને જીવન બાગ ને બેહકાવી રહ્યું હતું.... એક કળી ફૂલ બન્યા ની ચર્ચા થોડી થોડી થવા લાગી હતી... હવે તો ભમરા સુધી આ વાત પોંહચી ગઈ... વાસંતી વાયરા એ હવા જો આપી હતી.... આ કળી ને પણ એક ભમરો ગમતોજ હતો... પણ મોકા ની રાહ જોતી હતી...*વસંત પંચમી* નું *વણજોયું મુહૂર્ત* ને એ દિવસે એક ભમરો ફૂલ ને લઇ જવાની તૈયારી માં જ હતો .... વાજતે ગાજતે બાગ ના માંડવે ફૂલ અને ભમરા નું સાથે આગમન થતા જ યૌવન ની આ છબી પણ પોતાના ભમરા ને પોતાના તરફ નું આમંત્રણ આપી દીધું... ભમરો તો આ રાહે જ હતો.... ફૂલ ની મહેક થી બેહકી જ ગયો...
બસ તે દિવસ થીજ કદાચ બે હૈયાના મિલન માટે હસ્ત મેળાપ માટે નું યોગ્ય મુહૂર્ત થયું હશે ..ત્યારેજ કોઈ કવિ એ કવિતા લખી હશે... ગઝલ લખી હશે.... એટલેજ *વસંત પંચમી* *વણજોયું મુહૂર્ત* પ્રેમ ના એકરાર માટે બહાર બની ને ખીલ્યું હશે ...

પન્ના ઉપાધ્યાય... પ્રીત.

Gujarati Blog by PANNABEN UPADHYAY : 111915789
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now