રામના મંદિર ઉંચા બાંધશે,
સૌ સનાતન ધર્મનો જય પાડશે.
રામ આવીને અયોધ્યા તારશે,
માંહ્યલો રાવણ કદી એ બાળશે?
આંગણે સૌ દીવડા પ્રગટાવશે,
ઉરના અંધારને શું ટાળશે?
રામના ગુણગાન સૌ ગજાવશે,
રામ જેવું આકરું તપ પાળશે?
જ્યાં નજરથી હો લુંટાતી નાર કંઈ,
ત્યાં બધી સ્ત્રી મા બહેની ભાળશે?
નિધિ મહેતા 'ખુશી'
અમદાવાદ